સુરતમાં પરપ્રાંતિયોએ બેનર દર્શાવી વતન જવા માંગ કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
શહેરમાં પાલિકા અને અનેક એનજીઓ લાખોની સંખ્યામાં કિટ વિતરણ અને ભોજન વ્યવસ્થા કરી રહી હોવાના દાવા તંત્ર કરી રહ્યા છે. ત્યારે અમરોલી વિસ્તારમાં રહેતા યુપી, બિહાર અને ઓરિસ્સા વાસીઓએ પોતાની સબરનો બાંધ તોડી બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી મદદની પોકાર કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના અમરોલી ચાર રસ્તા નજીકના રણછોડ નિકેતનમાં રહેતા યુપી-બિહાર અને ઓડિશા વાસીઓ આખરે મજબૂર બની બેનરો સાથે રોડ ઉપર ઉતરી આવ્યા હતા. પાછલા ૧૮ દિવસોથી લોકડાઉનના કારણે કોઇપણ પ્રકારના કામ વગર બેઠેલા પરપ્રાંતિયોને પોતે નાણાં અને અનાજને મુદ્દે ચિંતા સતાવી રહ્યી હોવાથી, તેઓનો પોતાની સમસ્યાના મુદ્દે સતત આંખ આડા કાન કરતા તંત્ર સામે ભારોભાર રોષ પ્રવર્તિ રહ્યો છે. હમ ભૂખ મરે સે મર રહે હે, હમેં ઘર ભેજો, હમેં ખાના દો, જેવા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરનાર એક બે નહીં પણ ૨૫૦૦થી વધુ પરપ્રાંતિય કારીગરો રસ્તા ઉપર બેનરો લઇને ઉતરી આવ્યા હતા. અમરોલી વિસ્તાર આખો મજૂર, નોકરિયાત વર્ગથી ભરેલો હોવાનું અને કોઈ પણ સામાજિક સંસ્થાઓ પણ અહીંયા રાહત સામગ્રી કે અનાજની કિટ લઈને જતી ન હોવાનું જાણવા મળે છે. જેથી આમની ધીરજ ગમે ત્યારે ખંટે તેમ છે. જો આમ થાય તો આ વર્ગ તોફાને ચડશે જેને નિયંત્રિત કરતાં ભારે મુશ્કેલી પડી શકે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks