સુરતમાં પાણીજન્ય રોગચાળામાં વધુ એક યુવાનનું મોત : કુલ મૃતાંક ૧પ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૯
શહેરમાં ચાલું ઋતુમાં પાણીજન્ય રોગોના કારણે વધુ એક યુવાનનું મોત નિપજ્યું હતું. શહેરના મોટા ભાગના વિસ્તારોમાં ઝાડા – ઉલ્ટીને કારણે ૧૫થી વધુ નાગરિકોના મોત થયા છે.જેમાં ગોડાદરાના યુવાનનું મોત ઉમેરા રુપ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ગોડાદરાના મુક્તિ નગરમાં રહેતો પારસમણી દેવનાથ રાય (ઉ. વ. ૨૭)ને ગઇ કાલે બપોરે ઘરે ઝાડા – ઉલ્ટી થયા હતા. પરિવારજનો પહેલા તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.પરંતુ ત્યાં ખાસ કઇ ફરક પડ્યો નહીં હતો અને ઝાડા ઉલ્ટી ચાલુ હતા. જેથી પરિવાજનો તેને સાંજે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં ટૂંકી સરવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. વધુમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, મરનાર યુવક કાપડ માર્કેટમાં સાડી ફોલ્ડિંગનું કામ કરતો હતો. તેને બીજા બે ભાઇ છે. પારસમણીના મોત સાથે રોગચાળામાં મરણાંક ૧૫ પર પહોંચી ગયો છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં અને તેમાંયે ખાસ કરીને સ્લમ વિસ્તારમોમાં ગંદકી અને પાણીના ખાબોચિયાના લીધે મચ્છરોની ઉપત્તીના કારણે પાણીજન્ય સહિતનો રોગચાળો વકરી રહ્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks