સુરતમાં ફ્રેન્ડશીપ કરવાના બહાને સગીરા પર બળાત્કાર ગુજારાયો

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સુરતમાં બહેનપણીના બોયફ્રેન્ડને મળવા ગયેલી સગીર વયની યુવતીને એક યુવકે ફ્રેન્ડશીપ કરવાને બહાને મિત્રના ગોડાઉન પર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ અમરોલી પોલીસ મથકે નોેંધાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અમરોલી પોલીસ મથક વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષીય યુવતીને તેણીની બહેનપણી પોતાના બોયફ્રેન્ડને મેળવવા માટે મોટા વરાછા લઈ ગઈ હતી. જ્યાં બહેનપણી પોતાના બોયફ્રેન્ડ સાથે થોડા સમયમાં આવું છું તેમ કહીને નીકળી ગઈ હતી. ત્યારે ભોગ બનનાર પીડિતા એકલી બેઠી હતી. તે સમયે પ્રકાશ ગઢવી નામનો યુવક તેણીની પાસે ફ્રેન્ડશીપ કરવાની ઓફર કરી હતી અને વાતચીત દરમિયાન પીડિતાને મોટા વરાછા અમોરા આર્કેડમાં મિત્રના ગોડાઉનમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના અંગે પીડિતાએ અમરોલી પોલીસ મથકે ફરિયાદ આવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો. વધુ તપાસ પોસઈ એસ.ડી. કારેણા કરી રહયા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks