સુરતમાં મૌર્ય સમાજ દ્વારા કલે.ને આવેદન : રાજનાથસિંહની માફીની માંગ

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ અંગે ગત ૨૦મી જુલાઈના રોજ ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા ચંદ્રગુપ્ત અંગે આપત્તિજનક શબ્દ પ્રયોગ કર્યો હોવાથી સમસ્ત મોર્ય સમાજની લાગણી દુભાતા આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. સુરત શહેર મોર્ય સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગત ૨૦/૭/૨૦૧૮ના રોજ લોકસભામાં સંસદ સત્રના અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં ગૃહમંત્રી રાજનાથસિંહ ગૃહને સંબોધિત કરતા હતા તે સમયે તેઓ દ્વારા સમ્રાટ ચંદ્રગુપ્ત મોર્યના સંદર્ભમાં અપમાન જણક શબ્દ પ્રયોગ કર્યો હતો. જેનો મોર્ય સમાજ દ્વારા ઘોર નિંદા કરવામાં આવી હતી. વિશ્વનો મહાન લોકતાંત્રિક દેશ ભારતની લોકસભામાં સંવિધાનક પદની શપથ લેનાર ગૃહમંત્રી દ્વારા અસંવૈધાનિક શબ્દ પ્રયોગથી સામાજિક અરાજકતા ફેલાઈ છે. મોર્ય, કુશવાહ, શાકય, સૈની માલી, કુસ્વાહ, હરદા, કનોજિયા, હલદકાર, હરદિયા, વર્મા સહિત સંપૂર્ણ સમાજ આક્રોશિત છે. સુરત મોર્ય સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ગૃહમંત્રી રાજનાથસિંહ માફી માગે તેવી રજૂઆત કરવામાં આવી છે. મોર્ય સમાજની આ રજૂઆત કલેક્ટરના માધ્યમથી રાષ્ટદ્રપતિ અને પ્રધાનમંત્રી સુધી પહોંચાડવાની માંગણી કરવામાં આવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks