સુરતમાં વેપારી વિરૂદ્ધ પરિણીતાએ બળાત્કારની ફરિયાદ DCBમાં નોંધાવી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
શહેરના અડાજણ રાજહંસ સિનેમા પાછળ આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી વિરુધ્ધ પરિણીતાએ બળાત્કારની ફરિયાદ ડીસીબી પોલીસ મથકે નોંધાવા હોવાનું જાણવા મળે છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ સાંજના સુમારે પરિણીતાએ અડાજણ ખાતે રહેતા અલ્પેશ પટેલ વિરુધ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવતાં વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશ પટેલ ત્રણ સાડા ત્રણ વર્ષ અગાઉથી આજદિન સુધી મારી સાથે રીલેશનશીપમાં હતો. અલ્પેશ પટેલ અને તેમના મિત્ર અને મિત્રની ગર્લફ્રેન્ડ બે કપલ બોનાવાલા ખાતે તા.૨-૧૧-૨૦૧૭ના રોજ ત્રણ ચાર દિવસ માટે ફરવા માટે ગયા હતા. લોનાવાલા ખાતે ફરિયાઝ રિસોર્ટમાં બંને કપલો રોકાયા હતા. ત્યાં અલ્પેશ પટેલે તેની મરજી વિરુધ્ધ બિયર પીવડાવી તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. ત્રણ ચાર દિવસ બાદ સુરત પર આવી ગયા હતા. સુરત પરત ફર્યા બાદ અલ્પેશ પટેલ સાથે ઝઘડો થતા તેણીએ અલ્પેશ પટેલના ઘરે આવી ઝેરી દવા પી લીધી હતી. ઝેરી દવા પી લેતા અલ્પેશ પટેલે તેણીને જણાવ્યું હતું કે હવે આવું ફરી વખત નહી થાય અને ફરિયાદીને વામીટ કરાવી હતી. બાદમાં અલ્પેશ પટેલે તેણીના ફોન રીસીવ કરવાના બંધ કરી દીધા હતા સાથે સાથે મેસેજનો રીપ્લાય પણ આપતો ન હતો. અલ્પેશ પટેલે તેની સાથે લગ્ન કરવાનો વાયદો કરી શારીરીક સંબંધ બાંધી મળવાનું બંધ કરી દીધું હતું. અલ્પેશ પટેલે ત્રણ સાડા ત્રણ વર્ષ સુધી તેણી સાથે લગ્ન કરવાનો વિશ્વાસ આપી અવાર નવાર શારીરિક શોષણ કર્યું હોવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ તા.૨૦-૧૧-૨૦૧૭ના રોજ અલ્પેશ વિરુધ્ધ ફરિયાદ નોંધાવતાં ડીસીબી પોલીસ મથકે ઇપીકો કલમ ૩૭૬ (૧), ૪૦૬ મુજબનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ ડીસીબી પો.ઇ. પી.એલ.ચૌધરી કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
જ્યારે આ પોતાની સામે થયેલ ફરિયાદ સંદર્ભે વેપારીએ પરિણીતાએ પોતાના ભાઇ સાથે ભેગા મળી બળાત્કારના ગુનાના આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી માનસિક ત્રાસ આપી તેની પાસેથી લાખો રૂપિયાની માંગણી કરતી હોવાની ફરિયાદ ડીસીબી પોલીસ મથકે નોંધાવા પામી છે.
અડાજણ પાસે આવેલ સંજેવીકુમાર ઓડીટોરીયમની પાસે વેકુઠ રેસીડેન્સીના ફલેટ નં.૧-૮૦ર માં રહેતા અલ્પેશભાઇ અરવિંદભાઇ પટેલ ઉ.વ.૪૭ ની આંખ ૨૦૧૬ માં વેસુ ખાતે સંગાથ રેસીડેન્સીમાં રહેતી ખુશી મહેન્દ્રભાઇ કાનાણી સાથે મળી હતી. ખુશીએ અલ્પેશભાઇ સાથે બદઇરાદા પૂર્વક મિત્રતા કેળવી તેઓ જીવનથી હતાશ થઇ ગયા છે તેવું જણાવી ઇમોશનલ વાતો કરી અલ્પેશભાઇ પાસેથી અવાર નવાર નાણા અને ચીજ વસ્તુઓની માંગણી કરતી હતી. જો ખુશીની માંગણી સંતોષવામાં ન આવે તો અલ્પેશભાઇના પારિવારિક અને સામાજીક , ધંધાકીય પ્રતિષ્ઠાને હાની કરવાની બદનામ કરવાની સતત ધમકીઓ ખુશી દ્વારા અલ્પેશભાઇને આપી નાણા સહિત અલગ – અલગ ચીજ વસ્તુઓની માંગણી પણ કરવામાં આવતી હતી. અલ્પેશભાઇ પાસેથી ખુશીએ એક્સેસ મોપેડ તથા હ્યુન્ડાઇ ક્રેટા કાર તથા રોકડા રૂા.૧૩ લાખ તેમજ ફલેટના ફર્નીચર એસી, ફ્રીજ, તથા રાયલચીલુ પડાવી લીધેલ અને ખુશીના ભાઇ મારફતે ખુશી અને અલ્પેશભાઇના એકલતાના ફોટા પાડી લઇ તેને દુરઉપયોગ કરી મોટા ફલેટની માંગણી કરવામાં આવી હતી. જો મોટો ફલેટ નહી અપાવે તો આરોપી દ્વારા અલ્પેશને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ વારંવાર આપવામાં આવતી હતી. ખુશી પોતાના મળતીયાઓ મારફતે અલ્પેશને જાનથી મારી નાંખવાની ધમકી આપી અને તેની માતા તેના ભાઇ, ભાભી તેમજ અલ્પેશની ઓફિસે આવી ઓફિસના કર્મચારી વિષ્ણુભાઇ, કલ્પેશભાઇ અને પરેશભાઇની હાજરીમાં ફરિયાદીને ૩૭૬ (બળાત્કારના) કેસમાં ખોટા ફસાવી દેવાની ધમકીથી અલ્પેશભાઇએ આખરે ડીસીબી પોલીસ મથકે આજરોજ વેસુ ખાતે રહેતી ખુશી મહેન્દ્ર કાનાણી, નીલાબેન અને દિકેશ વિરુધ્ધ ઇપીકો કલમ ૩૮૪, ૩૮૭, ૫૦૪, ૫૦૬ (ર) ૧૧૪ મુજબનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ ડીસીબી પોલીસ મથકના બી.એન.દવે કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks