(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરના સગરામપુરા ખાતે આવેલ ટપાલ મંડપની ઓફિસ નજીક સામાન્ય અકસ્માતમાં માથાભારે પાંચથી છ શખ્સોએ ઓડીકારના કાચ તોડી નાખ્યા હતા.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી બજાર મેઈન રોડ પર નોવેલ બેકરીની બાજુમાં રહેતા સંજયભાઈ કનૈયાલાલ સોપારીવાલા રવિવારે સાંજે સાડા છ વાગ્યે પોતાના ઘરેથી પોતાની ઓડીકાર લઈ પાર્લે પોઈન્ટ અંબિકા નિકેતન મંદિરની પાછળ મહિન્દ્રા કલબના મેમ્બરની મીટિંગમાં જવા નીકળ્યા હતા. તેઓ ટપાલ મંડપની ઓછીફસ પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક રિક્ષા ચાલકે બ્રેક મારતા સંજયભાઇએ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી રિક્ષાની પાછળના ભાગે સામાન્ય અકસ્માત કર્યો હતો. આ ઘટના રિક્ષા ચાલકને માથાના ભાગે ઈજા પહોચી હતી. આ દરમિયાન લોકોના ટોળા ભેગા થઈ જતા તેમાંથી પાંચથી છ અજાણ્યા શખ્સોએ ભેગા મળી સંજયને ઢીક-મુક્કીનો માર મારીઓડીકારના આગળ-પાછળ તથા સાઈડના કાચ તોડી નાખી ભાગી છૂટયા હતા. સંજયે અઠવા પોલીસને જાણ કરતા પોલીસે પણ રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.