સુરતીઓ આંનદો, શહેર માટે ૧પ૦ ઈલેકટ્રીક બસની ફાળવણી

 

(સંવાદદાતા દ્વારા)

સુરત, તા.ર૬

સરકારે ઈલેક્ટ્રીક બસની સબસીડીની સ્કીમ હેઠળ ગુજરાત માટે ૫૫૦ બસની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ સુરત મ્યુનિ.ને ૧૫૦ બસ ફાળવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. સુરતઃ શહેરમાં પર્યાવરણની જાળવણી માટે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બસની સુરતમાં ટ્રાયલ માટે આવી હતી. આ બસ રંગ ઉપવન અને મક્કાઈ પૂલ વચ્ચે દોડી હતી. જેમાં પાલિકા મેયર,કમિશ્નર સહીત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. હવે શહેરના રસ્તા પર ઈલેક્ટ્રિક બસ દોડશે. કેન્દ્ર સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ. દ્વારા જાહેર પરિવહનાં સ્વચ્છ ગતિશીલતાને વધુ પ્રોત્સાહન આપવાના ભાગ રૂપે ભારતના ૬૪ શહેરમાં ૫૫૯૫ ઈલેક્ટ્રીક બસ ફાળવવા માટેનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ સુરત મ્યુનિ.એ શહેરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ૩૦૦ ઈલેક્ટ્રીક બસની માગણી કરી હતી. જોકે, સરકારે ઈલેક્ટ્રીક બસની સબસીડીની સ્કીમ હેઠળ ગુજરાત માટે ૫૫૦ બસની ફાળવણી કરી છે. આ યોજના હેઠળ સુરત મ્યુનિ.ને ૧૫૦ બસ ફાળવવાનો નિર્ણય કરવામા આવ્યો છે. જે અંતર્ગત ટ્રાયલ પણ આજથી શરૂ થઈ ગઈ છે. ૧.૦૭ કરોડની એક બસ એવી ૧૫૦ બસ માટે કેન્દ્ર સરકાર પ્રત્યેક બસ માટે ૪૫ લાખની સબસીડી ચુકવશે. આ ટ્રાયલ રનના કાર્યક્રમમાં પાલિકાના મેયર ડો. જગદીશ પટેલ, ડે.મેયર નિરવભાઇ શાહ પાલિકા કમિશનર બંછાનિધિ પાની અને કાઉન્સિલર તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં છે. સરકારની આ મંજૂરી બાદ મ્યુનિ તંત્ર ઈલક્ટ્રીક બસ માટેના ટેન્ડર બહાર પાડ્યા બાદ આ બસ આવી છે. જેનું ટ્રાયલ થયા બાદ નજીકના ભવિષ્યમાં સુરતના રસ્તા પર ઈલેક્ટ્રીક બસ દોડતી દેખાશે. સુરતના રસ્તા પર ઈલેક્ટ્રીક બસ દોડતી થશે જેના કારણે લાખો લિટરના ઈંઘણની બચત થશે અને કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ ઘટતા પર્યાવરણની જાળવણી પણ થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks