સુરત જિલ્લા બારના પ્રમુખ તરીકે કિરીટ પાનવાલા વિજેતા

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
આજે સુરત જિલ્લા વકીલ મંડળ (બાર)ના પ્રમુખ તરીકે કિરીટ પાનવાલાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આજે સુરત જિલ્લા વકીલ મંડળની પાંચ હોદ્દાના થયેલા મતદાન બાદ મતગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખપદના ઉમેદવાર કિરીટ પાનવાલાને ૯૮૨, મનીષ દૂધવાલાને ૧ર૯, બ્રિજેશ પટેલને ૭૫૧ મત મળ્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે ભરતસિંહ ચાવડાને ૧૧૧૩ મત, જયેશ આર.પટેલને ૭૩૭ મત મળ્યા હતા. ઉપપ્રમુખ તરીકે ભરતસિંહ ચાવડાને વિજેતા જાહેર કરાયા હતા. જનરલ સેક્રેટરીના પદે જીજ્ઞેશ હિંગુને ૫૯૪ મત, કમલેશ ખુંટને ૧૦૧૪, ભારતી ડી.મુખર્જીને ૨૩૯ મત મળ્યા હતા. જેમાં કમલેશ ડી.ખુંટને ૪૨૦ મતની લીડથી વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. જોઇન્ટ સેક્રેટરીના ઉમેદવાર અનિલ ડી.જાદવને ૯૦૩ મત, સુધા બી.લિંબાચિયાને ૩૩૦ મત, મહેન્દ્ર એમ.પટેલને ૬૧૭ મળ્યા હતા. આ પદ માટે અનિલ ડી.જાદવને વિજેતા જાહેર કરાયા હતા. ખજાનચી પદના ઉમેદવાર ઉમેશ પાટીલને ૧૩૮૨ મત, ચેતના સી.શાહને ૪૬૬ મત મળ્યા હતા. જેમાં ઉમેશ પાટીલને ખજાનચી તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. સુરત જિલ્લા વકીલ મંડળની યોજવામાં આવેલી ચૂંટણીમાં કુલ ૨૩૪૪માંથી કુલ ૧૮૬૯ જેટલા એડવોકેટોએ મતદાન કર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks