સુરત ધો.૯ના વિદ્યાર્થીનો ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૭
શહેરના કતારગામ વિસ્તારની સર્વોદય વિદ્યાલયની શાળામાં ધો.૯મા અભ્યાસ કરતા વિદ્યાર્થીને બાકી ફી ભરવાના મુદ્દે શાળામાંથી કાઢી મુકાતા લાગી આવતા વિદ્યાર્થીએ ફિનાઇલ પી લઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાની જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ વિસ્તારની વિરામ સોસાયટીમાં રહેતો વિધેશ કેશવ ચાવડા કતારગામ વિસ્તારની સર્વોદય વિદ્યાલયના ધો.૯મા અભ્યાસ કરે છે. જેની શાળાની ફી ભરવાની બાકી રહી ગઇ હતી. જે મુદ્દે આજે તેને આચાર્યે પોતાની કચેરીમાં બોલાવી દબડાવી સ્કૂલમાંથી હાંકી કાઢ્યો હતો, અને એલસી લઈ જવાનું કહ્યું હતું. જેથી વિધેશ માનસિક તણાવમાં ઘરે પહોંચ્યો હતો. જેને ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની પરિવારને જાણ થતાં વિધેશને તાત્કાલિક સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. વધુમાં જાણવા મળ્યા મુજબ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી વિદ્યાર્થીની શાળાની ફી બાકી હતી. વારંવાર તેને કહેવા છતાં તે લાવતો નહોતો કે, તેના વાલીને સ્કૂલે બોલાવવા છતાં નહોતા આવતા ત્યારે આજે તેને ઘરેથી વાલીને બોલાવવા મોકલ્યો હતો. પરંતુ તેને ઘરે જઇને આપઘાતનું પગલું ભર્યું હતું. જો કે, બનાવની પોલીસને જાણ થતાં તેમણે વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks