સુરત પોલીસ કમિશનર સતિષ શર્માના ઐતિહાસિક નિર્ણયથી ખુશીની લહેર

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૯
શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા આજે બોર્ડના દિવ્યાંગ વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં ઉપસ્થિત રહી સમગ્ર ભારતના લોકો આવકારે તેવો ઉમદા અને ઐતિહાસિક નિર્ણય લીધો હતો. સૂર્યાસ્તથી સૂર્યોદય એટલે કે સાંજથી સવાર સુધીના ગાળા દરમ્યાન દિવ્યાંગ, મહિલાઓ, સગીર બાળકો તેમજ સીનિયર સિટીઝનોની પોલીસ ફરિયાદ તેમના નિવાસ સ્થાને અથવા તેઓ જ્યાં કહે ત્યાં લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડીસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા દિવ્યાંગ બાળકોની સ્કૂલમાં ભણતા ધો.૧૦ અને ૧૨ના બોર્ડના વિદ્યાર્થીઓનો આજે એક વિદાય સમારંભ સ્કૂલ સંકુલમાં રાખવામાં આવ્યો હતો. સવારે ૧૧ કલાકે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર સતીષ શર્મા પણ ઉપસ્થિત રહી દિવ્યાંગ બાળકોને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત શહેર પોલીસ કમિશનર સતીષ શર્માએ સૌપ્રથમ વાર દિવ્યાંગ વ્યક્તિઓ, સ્ત્રીઓ, ૧૫ વર્ષથી ઓછી વયના બાળકો તથા સીનિયર સિટીઝનની પોલીસ ફરિયાદ તેમના રહેઠાણના સ્થળ અથવા તેઓ જ્યાં કહેશે ત્યાં લેવાની જાહેરાત કરી હતી. ભારતમાં સુરત ખાતે આ સૌપ્રથમ અને આવકારવા લાયક આ ઉમદા નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનું અનુકરણ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને જૂનાગઢના પોલીસ કમિશનરો તથા જિલ્લા પોલીસ વડાઓ લેશે તો ગુજરાતનું નામ કાયદાના ઈતિહાસમાં સૌપ્રથમ આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks