(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
વેપારીની પત્નીના ફેસબુક મેસેન્જર પર ફેક આઇડીથી વીડિયો કોલ કરી બિભત્સ ચેનચાળા કરતા યુવક વિરૂદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઇ છે.
સિંગણપોર કોઝવે વિસ્તારમાં કાપડ વેપારી અને તેનો પરિવાર રહે છે. વેપારીની પત્નીના ફેસબુક મેસેન્જર પર નેહા કિશન પટેલ નામની ફેક આઇડી પરથી વારંવાર બિભત્સ મેસેજો અને વીડિયો કોલ આવ્યા કરતા હતા. સામેવાળો વ્યક્તિ પરિણીતા પાસે બિભત્સ માંગણી કરી હેરાન પરેશાન કર્યા કરતો હતો. જેથી વેપારીની પત્નીએ છેવટે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નેહા કિશન પટેલ નામના ફેક ફેસબુક એકાઉન્ટ બનાવનાર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Facebook
0
Twitter
0