(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૧૬
સુરત મહાનગરપાલિકાનાં વાહક જન્ય રોગ નિયંત્રણ વિભાગ દ્વારા ઘરે ઘરે સર્વે કરી મેલેરિયા સર્વેલન્સ, ડોર ટુ ડોર ઈન્ટ્રાડોમેસ્ટીક સર્વે, એન્ટીલાર્વલ, ફોગિંગ, ટાયરો, કારબા, પીપડા તેમજ બિનવપરાશી કાટમાળનો નિકાલ, વહીવટી ખર્ચની વસુલાત, આરોગ્ય રક્ષણ સંબંધી નોટીસ ઈસ્યૂ કરવી તેમજ જનજાગૃતિ અભિયાન જેવી વિવિધ કામગીરી કરવામાં આવેલ છે. પાલિકાનાં વીબીડીસી વિભાગ દ્વારા જુદા જુદા ઝોનોમાં મચ્છરજન્ય રોગ અટકાયત માટે નીચે મુજબ કામગીરી કરવામાં આવેલ હતી.
વેસ્ટઝોન અડાજણ યુનિટમાં આવતા કાર્યક્ષેત્રમાં આવેલ ભંગારવાળાને ૧૫૦૦, બાંધકામમાંથી ૫૦૦૦, કોમર્શિયલમાંથી ૪૦૦૦, વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલ છે તથા પાલ યુનિટના કાર્યક્ષેત્રમાં આવેલ મધુવન સર્કલ પાસેના શોપિંગ સેન્ટરને ૧૫૦૦, પાલ ઓવર બ્રીજને ૫૦૦૦, પાલનપુર ગામ યુનિટ ખાતે આવેલ બાંધકકામાંથી રૂ.૪૫૦૦, બંધ ઘર ખોલાવીને ૧૩૦૦, વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલ અને રાંદેર યુનિટ ખાતે આવેલ અલનુર એપાર્ટમેન્ટના ભોદ્વયરામાં પાણી ભરાવાને કારણે ૩૦૦૦ વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલ છે.
સાઉથ ઝોન પાંડેસરા યુનિટમાં આવતા નવા રામનગર પ્લોટ નં.૧૬૬ના બાંધકામમાં પાણી ભરાવો અને મોસ્કીટો બ્રીડિંગ જાવા મળતાં કુલ રૂ.૫૦૦, પાંડેસરા યુનિટનાં કાર્યવિસ્તારમાં આવતી સાંઈ સમર્પણ સોસાયટી પ્લોટ નં.૧૯૮ના બાંધકામમાં પાણી ભરાવો અને મોસ્કીટો બ્રીડિંગ મળતાં રૂ.૧૦૦૦, બમરોલી યુનિટનાં કાર્ય વિસ્તારમાં આવતા શક્તિનગરના બાંધકામમાં પાણી ભરાવો અને મોસ્કીટો બ્રીડિંગ મળતા રૂ.૨૦૦૦, ઉન યુનિટનાં કાર્યવિસ્તારમાં આવતા રામેશ્વરનગરમાં પડતર ભંગાર સામાન મળી આવતા રૂ.૫૦૦ વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલ છે. આમ ઉધના ઝોન વિસ્તારમાંથી ખાસ ઝુંબેશ અંતર્ગત કુલ ૧૩૪૬૬ ઘરોમાં ૩૩૦૫૦ સ્પોટ સર્વે કરી કુલ ૧૮૮ બ્રીડિંગનો નાશ કરાવવામાં આવેલ છે. તેમજ ઝોન વિસ્તારમાંથી કુલ ૩૮૦૦ રૂપિયા વહીવટી ખર્ચ વસૂલવામાં આવેલ છે તથા કુલ ૨૧ નોટીસ આપવામાં આવેલ છે.