સુરત શહેર જિલ્લાની ૧૬ બેઠકો ઉપર અપક્ષોનો રાફડો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૩
ગુજરાત વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ભરાયેલા ઉમેદવારોના ફોર્મની ચકાસણી બાદ ૧૧૨ ઉમેદવારોના ફોર્મ રદ થવા પામ્યા હતા.જેમણી હવે બોલી બોલાય રહી હોવાનું જાણવા મળે છે.અપક્ષ ઉમેદવારો રાજકીય પક્ષના ઉમેદવારોનું ચિત્ર બદલી શકે તેમ હોય તેમણી પાસેથી ઉમેદવારી પરત ખેંચાવવા તડજોડની નીતિનો પ્રારંભ થવા પામ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી માટે સુરત શહેર જિલ્લાની ૧૬ બેઠકો ઉપર અપક્ષોનો રાફડો ફાટ્યો હતો. આ અપક્ષ ઉમેદવારો, ડમી ફોર્મ સહિત ૧૧૨ ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા હતા. હવે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તા.૨૪મી એટલે આવતીકાલે હોય, બાકીના અપક્ષ ઉમેદવારોને યેનકેન ઉમેદવારી પરત ખેંચાવવા માટે રાજકીય પક્ષના ઉમેદવારોએ એડીથી ચોટીનું જાર લગાવી દીધું છે. કેટલીક બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારો ચૂંટણીનું ચિત્ર પલટાવી શકે છે. જેથી આ અપક્ષ ઉમેદવારોને પોતાની તરફેણમાં બેસાડવા માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આજે આખો દિવસ દોડધામ કરશે. યાનિ કે આજે અપક્ષ ઉમેદવારોની બોલી બોલાશે. કાલે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે બાકીના અપક્ષ ઉમેદવારો પૈકી કેટલા પોતાના ઉમેદવારી પત્રકો પરત ખેંચી લે છે તે જોવું રહ્યું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks