સુરત શહેર પોલીસ કમિશ્નર તરીકે અજય તોમરે ચાર્જ સંભાળ્યો

 

(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩
શહેરના રરમાં પોલીસ કમિશનર તરીકે અજય તોમરે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. રાજેન્દ્ર બહ્યભટ્ટની વડોદરાના સીપી તરીકે બદલી થતા તેમના અનુગામી તરીકે અજય તોમર નિમણૂંક કરવામાં આવી છે. કમિશનર કચેરીમાં અજય તોમરનું પરંપરાગત રીતે પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમને પોલીસ બેન્ડ સાથે આવકારીને અધિકારીઓએ પુષ્પગુચ્છ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરીને અધિકારીઓએ તેમને આવકાર્યા હતા. કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીને ક્રાઈમનો ખાત્મો બોલાવવા માટેના કામને પ્રાયોરિટી આપવાનું કરીને તોમરે કહ્યું કે કોરોનામાં બધા લોકો શિસ્તમાં રહે, પોલીસની પણ જવાબદારી છે, પોલીસ તરફથી લોકોને સમજાવીશું, અમલવાહી કરાવીશું, સારા નાગરીકોને સહકાર મળી રહે તે રીતે મળીને કામ આગળ વધારીશું એમ કમિશનરે ઉમેર્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks