(સંવાદદાતા દ્વારા) વઢવાણ,તા.ર૧
સુરેન્દ્રનગર જિલ્લામાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે વાલીઓમાં શિક્ષણ સત્ર શરૂ થતાની સાથે જ મુસીબતો પણ પારાવાર વધી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં એક પણ પ્રાથમિક ઈંગ્લિશ મીડિયમ સરકારી શાળા નથી. આ અંગે શાળાના સત્ર પહેલા સુરેન્દ્રનગરના એક જાગૃત વાલી પંકજભાઈ પુજારા દ્વારા આ સરકારી શાળાને મંજૂરી આપવા અથવા તો ખાનગી ઈંગ્લિશ પ્રાયમરી સ્કૂલમાં સરકારી શાળા તરીકે ઊંચી ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા માટે સુરેન્દ્રનગર શિક્ષણ અધિકારીથી લઈ શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવામાં આવેલ હતી. પરંતુ સરકાર આવો કોઈ જ નિર્ણય ન લઈ શકી.
સુરેન્દ્રનગર શહેરની ખાનગી સ્કૂલના સંચાલકો, માલિકો, વિદ્યાર્થીઓ પાસેથી તગડી ફી વસૂલ કરે છે અને એની પહોંચ સુદ્ધ આપતા નથી. આમ અહીં શિક્ષણને માત્ર વેપાર બનાવી દેવામાં આવ્યું છે. સુરેન્દ્રનગરની મોટી શાળામાં સારો અભ્યાસ કરાવવા માટે વાલી વ્યાજવાપણ નાણાં લાવે છે. એવા પણ બનાવ નજરે જોયા છે. વિદ્યાર્થી અને પિતા બન્નેની આંખમાં આસુ સાથે આવા વિદ્યાર્થી ભણતરનો ભાર સહન કરે છે.
સુરેન્દ્રનગરમાં દર વર્ષે શાળાઓ નવી-નવી ખુલવા લાગી છે. ભાર વાળું ભણતર સુરેન્દ્રનગરમાં સાબિત થઈ રહ્યું છે. ત્યારે સરકાર શાળાઓને કોઈ લગામ લગાવી ન શકી હોવાનું હાલમાં શાળામાં એડમિશન અપાવવા માટે આવતા વાલીઓનો સૂર સાંભળવા મળે છે. શાળાઓમાં સત્ર ચાલુ થવા સાથે વાલીઓની મુસીબતો પણ વધી છે. વિદ્યાર્થીને શાળાએ જવા-આવવા માટે રિક્ષામાં જાય તો રૂા.પ૦થી ૧૦૦નો વધારો અને કારમાં જતો હોય તો ૧૦૦થી ર૦૦નો વધારો આવો પણ ડામ વાલીઓને મળી રહ્યો છે. સુરેન્દ્રનગર શિક્ષણનું હબ ગણાય છે ? તેને જે હબ બનાવ્યું હોય તો વિદ્યાર્થીઓએ બનાવ્યું વિદ્યાર્થીઓ કેટલા ટોપટેનમાં રહે ત્યારે શાળા ટોપટેન બને છે. ત્યારે સરકાર વિચાર કરી શાળા સામે લગામ નાખે તેવી માગ પંકજ પુજારા દ્વારા કરવામાં આવી છે.