સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

સુરેન્દ્રનગર, તા.૧પ
પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી સુરેન્દ્રનગરની સૂચનાથી પો.ઈન્સ કે.એ.વાળા પોસઈ એસ.બી.સોલંકી વી.આર. જાડેજા, સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાખાના તથા સુ.નગર સિટી એ-ડિવિ. પો.સ્ટે.ના પો.કો.ભુપેન્દ્રસિંહ વનરાજસિંહ વિ. માણસો સુ.નગર સિટી બી.ડિવિ. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. સ્વસ્તિક ચોક પાસે વાહન ચેકિંગ દરમ્યાન એક શંંકાસ્પદ સી.એન.જી. રિક્ષા નં.જી.જે.૧૩ એન.૧૮ર૬ ને રોકતા તેમાંથી બે ઈસમો (૧) મહંમદશાકીબ જમીરભાઈ અંસારી (રહે. ફીરદોષ સોસાયટી, (ર) જયદિપભાઈ હસમુખભાઈ જાદવ (રહે. ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ) મળી આવેલા તેઓના કબજાની રિક્ષામાં બે પુઠાના બોક્ષ મળી આવેલા જેમાંથી મોબાઈલનું કવર, ઘડિયાળ, મોબાઈલ, બુટ, લાઈટ, બેગ, હેન્ડસેટ, કપડા, ચશ્મા, ચોપડી, રીમોટ કંટ્રોલ, સાડી, તેલ, લેપટોપ, પ્રિન્ટરની શાહી, ટ્રેક શુટ, પાવર બેન્ક, નાઈટ ડ્રેસ, મસાજર, સ્લીપર, રમકડા, ડ્રેસ, સાવર વિગેરે વસ્તુઓ મળી કુલ રૂપિયા આશરે ત્રણ લાખનો મુદ્દામાલ મળી આવેલ મજકુર બંને ઈસમો ઉપરોકત વસ્તુઓ બાબતે કોઈ સંતોષકારક જવાબ કે આધાર પુરાવો રજૂ કરતા પૂછપરછ કરતા આ બંને ઈસમોએ આ તમામ ચીજવસ્તુઓ ગઈ તા.ર-૧ર-૧૭ના રાત્રિ દરમ્યાન વઢવાણ જી.આઈ.ડી.સી.માં આવેલ ઈન્ટાકાર્ટ સર્વિસ પ્રાઈવેટ લિમીટેડ નામની ઓન લાઈન ખરીદી કુરીયર સર્વિસની ઓફિસમાંથી ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ છે. જેથી મજકુર ઈસમોની ધોરણસર અટક કરી મુદ્દામાલ સાથે સુરેન્દ્રનગર બી-ડિવિ. પો.સ્ટે. સાંેપી આપવા તજવીજ કરેલ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks