સુરેન્દ્રનગર, તા.૧પ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ટાઉનમાં તા.૪/૧ર/૧૭ના રોજ મિતેષભાઈ દિલીપકુમાર રહે.પાટડી તથા પ્રકાશભાઈ રમેશભાઈ પ્લેટીના મોટરસાયકલ પર સંઘના રૂા.૧૪,૭પ,૦૦૦/- ડિસ્ટ્રીકટ બેંકમાં જમા કરાવવા જતા તે દરમ્યાન બે અજાણ્યા ઈસમો દ્વારા પલ્સર મોટરસાયકલમાં આવી લૂંટ કરી ગયાનો બનાવ બનેલ. જે બનાવની ગંભીરતા ધ્યાને લઈ આ ગુનામાં આરોપીઓને શોધી કાઢવા સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષકએ જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને સૂચના કરતા એલસીબી પીએસઆઈ એન.કે. વ્યાસ તથા પેરોલ ફર્લો સ્કવોડ પીઆઈ આર.ડી.ગોહિલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા એલસીબી પીઆઈ એન.કે. વ્યાસ, પેરોલ ફર્લો સ્કવોડ એેલસીબી પીઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફના માણસોએ પાટડી આજુબાજુના ગામોમાં તપાસ કરી ખાનગી બાતમી મેળવી આરોપીઓ (૧) દરિયાખાન ઉર્ફે ઈનાયતખાન અનવરખાન રહે.સેડલા તા.પાટડી (ર) સાજીદખાન ઉર્ફે શાહરૂખ જમીયતખાન રહે.સેડલા તા. પાટડી (૩) પ્રકાશ ઉર્ફે પકો રમેશભાઈ રાવળદવ રહે.પાટડી (૪) કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને પકડી પાડી કુલ રૂા.૮,૦૪,૦૦૦ નો મુદ્દામાલ રિકવર કરી બાકીના મુદ્દામાલ રિકવર કરવા પોલીસ રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરેલ છે.