સુશાંતસિંહથી આમીરખાન સુધી : હિંદુત્વ જૂથો બોલિવુડ પર હુમલો કરવા માટે સોશિયલ મીડિયાના ટોળાનો ઉપયોગ કરી રહ્યા છે

 

(એજન્સી) તા.૨૦
શું બોલિવુડ સુપરસ્ટાર આમીરખાન ભારત વિરોધી છે ? આ પ્રશ્ન માની શકાય તેવો નથી એટલે હદ સુધી કે હાસ્યાસ્પદ છે પરંતુ ભારતની સોશિયલ મીડિયા મોબિલાઇઝેશનની નવી રાજકીય સંસ્કૃતિમાં ભારતના એક સૌથી મોટા ફિલ્મ સ્ટાર આમીરખાન ભારત માટે દેશદ્રોહી છે.
આમીરખાન તુર્કીમાં એક ફિલ્મના શૂટીંગ દરમિયાન ત્યાંના પ્રથમ મહિલા એમીને અર્દોગનને મળ્યા હતા. આ મુલાકાતને અર્દોગને સ્વયં આમીરખાનને પ્રતિષ્ઠિત ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક ગણાવ્યાં હતાં, એટલે સુધી કે તુર્કી ખાતેના ભારતના રાજદૂત સંજય પાંડાએ આ મુલાકાતને એક વિશિષ્ટ ક્ષણ ગણાવી હતી. પરંતુ ભારતના સોશિયલ મીડિયા યુઝર્સ એટલા શક્તિશાળી અને રાજકીય રીતે પૂર્વગ્રહયુક્ત છે કે તેમણે આમીરખાનને ભારત વિરોધી ગણાવ્યાં હતાં. બોલિવુડના ટોચના ૩ સુપરસ્ટાર-શાહરુખ ખાન, સલમાનખાન અને આમીરખાન મુસ્લિમ હોવાથી હિંદુ રાષ્ટ્રવાદીઓને તેમના પ્રત્યે પૂર્વગ્રહ છે. ૨૦૧૫માં શાહરૂખખાને ભારતમાં વધતી જતી અસહિષ્ણુતાની વાત કરી ત્યારે યોગી આદિત્યનાથે તેમની તુલના પાકિસ્તાની આતંકવાદી અને ૨૬/૧૧ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફીસ સૈઇદ સાથે કરીને જણાવ્યું હતું કે તેમણે પાકિસ્તાન ચાલ્યાં જવું જોઇએ. બે વર્ષ બાદ શાહરુખખાનની ફિલ્મ રઇસ કે જેમાં તેમણે ગુજરાતના સાફ દિલ મુસ્લિમ ગેંગસ્ટર તરીકે ભૂમિકા ભજવી હતી ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય તેમના પર ખફા થયા હતા અને તેમણે તેમની તુલના ૧૯૯૩ના મુંબઇ બોંબ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહીમ સાથે કરી હતી. આમ સુશાંતસિંહથી લઇને આમીરખાન સુધી હિંદુત્વ જૂથો બોલિવુડ પર હુમલા કરવા માટે સોશિયલ મીડિયા મોબનો એટલે કે ટોળાઓનો ઉપયોગ કરી રહ્યાં છે. છેલ્લા છ વર્ષમાં ભારતનો શાસક પક્ષ જે લોકો તેમની રાહે ચાલતાં નથી તેમને નિશાન બનાવીને ફિલ્મ ઉદ્યોગ પર પોતાનો અંકુશ વધુ મજબૂત બનાવી રહ્યાં છે. ભાજપે પોતાનું મીડિયા મશીન તૈનાત કરીને એક ઓનલાઇન ટોળું ઊભું કર્યુ છે. ભાજપે ફિલ્મ ઉરીમાંથી પોતાના પ્રચાર માટે નયા હિંદુસ્તાન એટલેકે ન્યૂ ઇન્ડિયાના શબ્દસમૂહનો ઉપયોગ કર્યો છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks