(એજન્સી)
નવી દિલ્હી, તા. ૩૦
ફિલ્મ દિગ્દર્શક સંજય લીલા ભણશાળીની ફિલ્મ પદ્માવતીની રિલિઝનો માર્ગ મોકળો થઈ શકે તેવા એક ઘટનાક્રમમાં સેન્સર બોર્ડે ફિલ્મને ૨૬ કટ સાથે રિલિઝની મંજૂરી આપી છે સાથે સેન્સર બોર્ડે ફિલ્મનું નામ પદ્માવતીને બદલે પદ્માવત કરી નાખવાનું કહ્યું છે. તે ઉપરાંત ઘુમર ગીતમાં પણ ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે. સેન્સર બોર્ડ દ્વારા રચવામાં આવેલી એક વિશેષ પેનલની ભલામણોને આધારે આ સલાહ આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જો આ ફેરફારો કરવામાં આવે તો તેને યુએ પ્રમાણપત્ર મળી શકે છે. અર્થાત, આ ફિલ્મને ૧૨ વર્ષના બાળકોૈ તેમના માતાપિતાની સાથે જોઈ શકે છે. એવું પણ કહેવામાં આવ્યું કે ફિલ્મ પહેલા એક બાંયધરી પણ આપવી પડશે. એટલે કે ફિલ્મની કહાનીને કાલ્પનિક ગણવામાં આવશે. જોકે હજુ સુધી ફિલ્મના દિગ્દર્શક ભણસાલીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ મનાઈ રહ્યું છે કે આ શરતોને માની લેવામાં આવશે. સેન્ટ્રલ બોર્ડ ્ઓફ ફિલ્મ સર્ટિફિકેશનની ૨૮ ડિસેમ્બરના રોજ એક બેઠક મળી હતી. અંતિમ નિર્ણય લેતા પહેલા સેન્સર બોર્ડે એક વિશેષ પેનલની જરૂર લાગી હતી. આ વિશેષ પેનલમાં ઉદયપુરના અરવિંદ સિંહ, જયપુર યુનિવર્સિટીના ડોક્ટર ચંદ્રમણી અને પ્રોફેસર કે કે સિંહ સામેલ હતા. જરૂરી ફેરફારો સાથે તેને પ્રમાણપત્ર આપવામાં આવશે. સેન્સર બોર્ડનું કહેવું છે કે ફિલ્મના નિર્માતાઓ અને સોસાયટી બન્નેને ધ્યાનમાં રાખીને આ ફિલ્મને સંતુલિત દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી છે. બોર્ડે કહ્યું કે ફિલ્મ અંગે જે પણ વિવાદો ચાલી રહ્યાં છે તેને ધ્યાનમાં રાખીને એક પેનલની રચના કરી હતી જેની ભલામણ આવ્યાં બાદ આ મુજબના ફેરફારોનું સૂચન કર્યું હતું જે પછી જ તેને રિલિઝની મંજૂરી મળશે તેવું કહેવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે કરણી સેનાના અજિતસિંહે કહ્યું છે કે કરણી સેના કોઈ પણ ભોગે આ ફિલ્મને રિલિઝ નહીં થવા દેય.કેટલાક સંગઠનોનો આક્ષેપ હતો કે ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખીલજીના મહિમા ગાવામાં આવ્યો છે. તેની સાથે ખિલજી અને રાણી પદમાવતી વચ્ચે રોમાન્સ પણ ફિલ્માવવામાં આવ્યો છે. તે ઉપરાંત ઘૂમર ગીતમાં પણ રાજપૂત સમાજની ખોટી રજૂઆત કરવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે પુરુષોની સામે રાણીઓ નૃત્ય કરતી નથી.
ફિલ્મ પદ્માવતી : કરણી સેનાએ લગાવ્યો ગંભીર આરોપ : સેન્સર બોર્ડ અંડરવર્લ્ડના દબાવમાં છે : વિરોધ કરીશું

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
કરણી સેનાએ આરોપ મૂક્યો છે અંડરવર્લ્ડના દબાણથી ફિલ્મ પદ્માવતી રજૂ કરવા માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.
કરણી સેનાએ કહ્યું કે અમે ફિલ્મનો દરેક સ્તરે વિરોધ કરીશું. જે સિનેમાઘરો ફિલ્મ દર્શાવશે તેને પૂરી તરહ બરબાદ કરી દેશું. પહેલાં પણ અમે આપત્તિ દર્શાવી હતી પરંતુ કેન્દ્રએ દબાવમાં ફિલ્મ રિલીઝની પરમીશન આપવા ઈચ્છે છે. કેટલાક સંશોધનો સાથે ફિલ્મ પદ્માવતી રિલીઝ કરી દેવાશે. બીજી તરફ કરણી સેનાએ ફરીથી કડક ચેતવણી આપી છે. કરણી સેના કોઈપણ સંજોગોમાં ફિલ્મ રિલીઝ થવા નહીં દે.