સોપોરમાં આતંકીઓએ ભાજપના નેતાનું અપહરણ કરતાં ખળભળાટ

(એજન્સી) સોપોર,તા.૧૫
જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ આતંકી સંગઠનોને તહસ નહસ કરવા માંડ્યા હોવાથી બહાવરા બનેલા આતંકવાદીઓએ હવે કાશ્મીરમાં ભાજપના નેતાઓને નિશાન બનાવવાનુ શરુ કર્યુ છે.
તાજેતરમાં આતંકીઓએ ભાજપના એક નેતા, તેમના ભાઈ અને પિતાની હત્યા કરી હતી.હવે સોપોરમાં ભાજપના નેતા મહેરાજઉદ્દીન મલ્લાનુ અપહરણ કરવામાં આવ્યુ છે. પોલીસે એક અખબારને જણાવ્યુ હુત કે, મલ્લા પોતાના મિત્ર સાથે સડક માર્ગે જઈ રહ્યા હતા ત્યારે આતંકીઓએ તેમના વાહનને આંતર્યુ હતુ અને તેમને ઉઠાવીને લઈ ગયા હતા.એ પછી તેમને શોધવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.
૨૦૧૧થી અત્યાર સુધીમાં કાશ્મીરમાં ૧૯ ચૂંટાયેલા પ્રતિનિધિઓની આતંકીઓ હત્યા કરી ચુક્યા છે.કારણકે આતંકી સંગઠનો કાશ્મીરમાં લોકશાહી પ્રક્રિયા સફળ થાય તેવુ ઈચ્છતા નથી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks