સૌથી પહેલો અવિશ્વાસનો પ્રસ્તાવ ૧૯૬૩માં મુકાયેલો

નવી દિલ્હી,તા.૨૦
સંસદમાં હાલમાં મોદી સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવ પર ચર્ચા ચાલી રહી છે.જોકે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાની પરંપરા આજની નહી વર્ષો જુની છે. સૌથી પહેલા ૧૯૬૩માં જવાહરલાલ નહેરુ સરકાર સામે સમાજવાદી નેતા આચાર્ચ કૃપલાણી અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા હતા.જે સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલી વખત બન્યુ હતુ.જોકે આ પ્રસ્તાવ ૩૪૭ મતોથી ફગાવી દેવાયો હતો અને નહેરુ સરકારને તેની કોઈ અસર થઈ ન હતી.
ભારતમાં સૌથી વધારે અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરવાનો રેકોર્ડ ઈંદિરા ગાંધીના નામે છે.જેમની સરકાર સામે ૧૯૬૬થી ૧૯૭૫ સુધીમાં ૧૨ વખત અને ૧૯૮૧ તેમજ ૮૨માં ત્રણ વખત એમ કુલ ૧૫ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ મુકાયો હતો.
અવિશ્વાસના પ્રસ્તાવથી સરકાર ઉથલી પડી હોય તેવા કિસ્સા ત્રણ વખત જ બન્યા છે.જેમાં ૧૯૯૦માં વીપી સિહં સરકાર, ૧૯૯૭માં દેવગૌડા સરકાર અને ૧૯૯૯માં અટલ બિહારી વાજપાઈની સરકાર અવિશ્વાસના પ્રસ્તાવના કારણે પડી ગઈ હતી.
૨૦૦૩માં અવિશ્વાસનો પ્રસ્તાવ કોંગ્રેસ દ્વારા અટલ બિહારી વાજપાઈની સરકાર સામે રજુ થયો હતો.જોકે સરકારના પક્ષમાં ૩૨૫ અને વિરોધમાં ૨૧૨ મત પડતા આ પ્રસ્તાવ ફગાવી દેવાયો હતો.
૩ કિસ્સા એવા પણ બન્યા હતા જેમાં તત્કાલીન વડાપ્રધાને અવિશ્વાસના પ્રસ્તાવ પર મતદાન થાય તે પહેલા જ રાજીનામુ આપી દીધુ હતુ.જેમાં જુલાઈ ૧૯૭૯માં મોરારજીભાઈ દેસાઈ, ઓગષ્ટ ૧૯૭૯માં ચૌધરી ચરણસિંહ અને ૧૯૯૬માં અટલ બિહારી વાજપાઈએ મતદાન પહેલા રાજીનામુ ધરી દીધુ હતુ.
૨૦૦૮માં અમેરિકા સાથે ન્યુક્લીયર ડીલ પર લેફ્ટ પાર્ટીઓએ યુપીએ સરકારનુ સમર્થન પાછુ ખેંચ્યુ હતુ.એ પછી સરકારે ૨૦૦૮ જુલાઈમાં જાતે જ વિશ્વાસ પ્રસ્તાવ મુક્યો હતો.જેમાં યુપીએ સરકારની જીત થઈ હતી.
જોકે અગાઉની સરખામણીમાં મોદી સરકારની સ્થિતિ સૌથી મજબૂત દેખાઈ રહી છે.આ સરકાર સામેનો અવિશ્વાસ પ્રસ્તાવ આસાનીથી પડી જશે.કારણકે એનડીએ પાસે ૩૧૫ અને એકલા ભાજપના પણ ૨૭૩ સભ્યો છે.જ્યારે બહુમતિ માટે ૧૬૮ સભ્યોની જરુર છે.જ્યારે વિપક્ષો પાસે ૨૨૨ સાંસદોનુ સમર્થન હોવાનુ કહેવાઈ રહ્યુ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks