(સંવાદદાતા દ્વારા)
માળિયામિંયાણા, તા.૨૩
મોરબીમાં એટીએમ દ્વારા થઈ રહેલ છેતરપિંડીનો સિલસિલો હજુ પણ યથાવત છે અગાઉ ૧૨ આસામીઓની પાંચ લાખથી વધુ રકમ ઉપડી ગયા બાદ વધુ બે આસામીઓને ખાતામાંથી ૧.૬૨ લાખ જેવી માતબર રકમ ઉપડી જતા ચકચાર જાગી છે. માળિયા તાલુકાના ખાખરેચી ગામના રામજીભાઈ લક્ષ્મણભાઈ બાવરવાના બેંક એકાઉન્ટમાંથી રૂા.૧.૪૭ હરિદ્વારથી તા.૧૯ના રોજ ઉપડી ગયા હોવાનું બહાર આવ્યું છે. આ ઉપરાંત મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા અને મૂળ હરિયાણાના સુધીરકુમાર સિંઘના ખાતામાંથી પણ રૂપિયા ૧૬,૫૦૦ ઉપડી જતા બન્ને ભોગ બનનારાઓએ મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે એટીએમ ફ્રોડનો ભોગ બનનાર રમેશભાઈ બાવરવા માળીયાના ખાખરેચી ગામની સ્ટેટ બેન્કમાં ખાતુ ધરાવે છે અને સુધીરકુમાર સિઘ પંજાબ નેશનલ બેંકમાં ખાતું ધરાવતા હોવાનુ બહાર આવ્યું છે.
Facebook
0
Twitter
0