સ્વચ્છતા એ જ સેવા પખવાડિયા અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યું

અમદાવાદ, તા.૨૨
અમદાવાદ ડિવિઝન ખાતે સ્વચ્છતા એ જ સેવા પખવાડિયા અંતર્ગત સામુદાયિક દિવસ પ્રસંગે સેવા દિવસ તરીકે બધા સ્ટેશનો ડીઝલ શેડો, કોચિંગ ડેપો, રેલવે કોલોનીઓ તથા રેલવે ઈન્સ્ટિટ્યૂટ પરિસરોમાં શ્રમદાન કરવામાં આવ્યું. ડિવિઝનલ રેલવે મેનેજર એક્ઝિક્યુટીવ ઓફિસર એન.એમ. અગ્રવાલ સહિત રેલવે અધિકારીઓ તથા કર્મચારીઓ સાથે સામૂહિક શ્રમદાન કરીને સફાઈ કરી હતી. તેની સાથો સાથ પશ્ચિમ રેલવે આરોગ્ય કેન્દ્ર કાલુપુર, રેલવે કોલોની રાધનપુર, બીડી કોચિંગ ડેપો, ડિઝલ શેડ, વટવા, સામખ્યાલી, ગાંધીધામ, ધ્રાંગધ્રા સ્ટેશન તથા ટ્રેક તથા સેન્ટ્રલ સ્કૂલ સાબરમતી અને ગાંધીધામમાં કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ પણ શ્રમદાનમાં ભાગ લીધો હતો તથા પરિસરને સ્વચ્છ તથા હરિયાળુ બનાવવાના શપથ લીધા હતા. એમ પશ્ચિમ રેલવે અમદાવાદના જન સંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ એક યાદીમાં જણાવ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks