સ્વતંત્ર કાશ્મીર વાસ્તવિકતા નથી, પીઓકે પાકિસ્તાનનો હિસ્સો, શાંતિ માટે સ્વાયત્તતા જરૂરી : ફારૂક અબ્દુલ્લાહ

શ્રીનગર, તા. ૧૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારૂક અબ્દુલ્લાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અંગે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, પીઓકે પાકિસ્તાનનો હિસ્સો છે અને તેમાં બંને સરખા ભાગીદાર છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાહે જણાવ્યું હતું કે, પાકિસ્તાન પણ કાશ્મીર વિવાદનો ભાગ છે. તેથી આ મામલે તેનાથી પણ વાત કરવી જોઇએ. તેમણેકહ્યું કે, અડધું કાશ્મીર પાકિસ્તાન પાસે છે અને અડધું કાશ્મીર ભારત પાસે છે. કાશ્મીરનો જે ભાગ પીઓકે તરીકે ઓળખાય છે તે પાકિસ્તાન પાસે રહેશે. આ સાથે જ તેમણે એવું પણ કહ્યું કે કાશ્મીરનો અડધો ભાગ ભારત પાસે છે તે તેની પાસે જ રહેશે. ફારૂક અબ્દુલ્લાહે જણાવ્યું કે, કાશ્મીર માટે આઝાદી વિકલ્પ નથી. ભારતે કાશ્મીરની પીઠમાં છરો ભોંક્યો છે. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાનના એક મંત્રીએ યોગ્ય જ કહ્યું છે કે, ‘જે સમજૂતી અંતર્ગત કાશ્મીરના હિસ્સાને અધિગૃહિત કરવામાં આવ્યો તે ભૂલી ગયા છે. જેના પગલે તમે કહી રહ્યા છો કે, આ ભાગ તમારો છે. જો તમે કાશ્મીરનો ભાગ તમારો હોવાની વાત કરત તો તમારે એ સમજૂતીને યાદ કરવી પડે.’ દિનેશ્વર શર્માને કાશ્મીર સમસ્યાની મધ્યસ્થતાની જવાબદારી સોંપવા અંગે તેમણે કહ્યું કે, હું આ અંગે વધારે ટીપ્પણી નહીં કરૂ. તેમણે વાતચીત કરી છે પરંતુ ફક્ત વાત સમાધાન નથી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ છે. તેથી ભારત સરકારે કાશ્મીર મામલે પાકિસ્તાન સરકાર સાથે પણ વાત કરવી જોઇએ. પાકિસ્તાન પાસે પણ કાશ્મીરનો ભાગ છે. આ પ્રથમવાર નથી જ્યારે ફારૂક અબ્દુલ્લાહે વિવાદિત નિવેદન આપ્યું છે આ પહેલા પણ વર્ષ ૨૦૧૫માં પણ તેમણે આ નિવેદન આપ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks