સ્ટ્રોબેરી લસ્સી
સામગ્રી :
દહીં ૧ કપ
દૂધ ૧/ર કપ
મધ ૬ ચમચા
એલચી પાવડર ૧/૪ ચમચી
સ્ટ્રોબેરી પ નંગ
ફૂદીનાના પાન ૧૦
બરફ આવશ્યકતાનુસાર
બનાવવાની રીત :
સ્ટ્રોબેરી અને ફુદીના પાન સિવાય બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને લસ્સી તૈયાર કરી લો. લસ્સીનો ઘટ્ટપણાને ઓછું કરવા માટે તમે તેમાં આવશ્યકતાનુસાર દૂધ કે પાણી પણ મેળવી શકો છો. સર્વિંગ ગ્લાસમાં નાખો. સ્ટ્રોબેરીને નાના ટુકડામાં કાપી લો. ફુદીના પાન અને સ્ટ્રોબેરીના ટુકડાથી સજાવીને સર્વ કરો.
પીનટ બટર લસ્સી
સામગ્રી :
દહીં ૧ કપ
ક્રીમ ૧/૪ કપ
પીનટ બટર ૪ ચમચા
ખાંડ ર ચમચા
મીઠું સ્વાદાનુસાર
બરફ આવશ્યકતાનુસાર
બનાવવાની રીત :
બધી સામગ્રીને બ્લેન્ડરમાં નાખીને લસ્સી તૈયાર કરો. જરૂરત લાગે તો તેમાં થોડુંક પાણી પણ નાખી શકાય છે. બરફ નાખીને લસ્સીને ઠંડી-ઠંડી સર્વ કરો.
કેસર – એલચી લસ્સી
સામગ્રી :
ઠંડું દહીં ર કપ
કેસર ચપટીક
મધ ૩ ચમચા
લીલી એલચી ૬ દાણા
કરકરો પાવડર બનાવવા માટે
મિક્સ ડ્રાયફ્રૂટસ ર ચમચા
ઝીણા કાપેલા બદામ-પિસ્તા-સજાવટ માટે
બનાવવાની રીત :
બદામ અને પિસ્તા સિવાય અન્ય તમામ સામગ્રી ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે મેળવો. લસ્સીનો સ્વાદ ચાખો અને જરૂરત હોવા પર થોડુંક મધ નાખો. કેસર-એલચી લસ્સીને સર્વિંગ ગ્લાસમાં નાખો. પિસ્તા અને બદામથી સજાવો અને સર્વ કરો.
અનાનસ લસ્સી
સામગ્રી :
ટુકડામાં કાપેલ અનાનસ ૧/ર કપ
ખાંડ ૧/૪ કપ
દહીં ર કપ
ક્રીમ ૧/૪ કપ
કેસર ચપટીક
મીઠું સ્વાદાનુસાર
બરફ આવશ્યકતાનુસાર
બનાવવાની રીત :
પૈન ગરમ કરો અને તેમાં કદ્દુક્સ કરેલ અનાનસ અને ખાંડ નાખીને ત્રણથી ચાર મિનિટ સુધી પકાવો. ગેસ બંધ કરો અને અનાનસને ઠંડું થવા દો. બ્લેન્ડરમાં દહીં, દૂધ, ક્રીમ, બરફ, કેસર અને મીઠું નાખો અને લસ્સી તૈયાર કરો. આ લસ્સીમાં પાકેલું અનાનસ નાખો અને મેળવીને સર્વિંગ ગ્લાસમાં નાખો. તમે ઈચ્છો તો ઉપરથી કાળા મરી પાવડર પણ છાંટી શકો છો. ઠંડી-ઠંડી સર્વ કરો.
કુકરી ટિપ્સ
– મજેદાર લસ્સી બનાવવા માટે સારા દહીંની પસંદગી કરો. લસ્સી બનાવતા પહેલા દહીંમાંથી વધારાનું પાણી કાઢી લો.
– કાયમી તાજા દહીંથી લસ્સી બનાવો. જો દહીં ખા ું છે તો તેની ખટાશને ઓછી કરવા માટે તેમાં થોડુંક દૂધ મેળવી દો.
– મીઠી લસ્સી બનાવી રહ્યા છો તો તેમાં તમે જાત-જાતના પ્રયોગ કરી શકો છો. મેંગો લસ્સી સિવાય તમે કેળા, પપૈયું અથવા ચોકલેટવાળી લસ્સી પણ બનાવી શકો છો.
– નમકીન લસ્સી બનાવી રહ્યા છો તો તેમાં જીરા પાવડર, સંચળ, ચાટ મસાલો, ગરમ મસાલો, કેસર, ફુદીના અને અહીં સુધી કે તુલસીના પાન પણ નાખી શકો છો.
– પારંપરિક પંજાબી લસ્સી બનાવી રહ્યા છો તો તેમાં ૧/૪ ચમચી ગુલાબ જળ નાખવાનું ના ભુલો. પંજાબી લસ્સીની આ ખાસિયત હોય છે.
– લસ્સીને વધારે ક્રીમી બનાવવા માટે તેમાં એક ચમચી ક્રીમ મેળવો અને પાણીની જગ્યાએ દૂધનો ઉપયોગ કરો. લસ્સીનો ફ્લેવર સારો બનાવવા માટે કેસર પણ મેળવી શકો છો. – મુન્જેરીન જહાં
1.5
3
5
4.5