
અહેરામ પહેરીને અને તેમના હૃદય આસ્થા અને આદર સાથે તેઓએ ક્ષમા અને દયા માટે અલ્લાહ પાસે દુઆ કરી હતી. સાઉદી અરેબિયામાં વધતા જતાં તાપમાન વચ્ચે હજના સૌથી મહત્વપૂર્ણ દિવસે અરકાન અદા કરવા અને ઈબાદત કરવા માટે વિશ્વભરના હજયાત્રીઓ ૧૫ જૂન શનિવારના રોજ અરાફાત પર્વત ખાતે ભેગા થયા હતા. સાઉદી પ્રેસ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અહેરામ પહેરીને અને તેમના હૃદય આસ્થા અને આદર સાથે તેઓએ ક્ષમા અને દયા માટે અલ્લાહ પાસે દુઆ કરી હતી. અરાફાત એ સ્થળ માનવામાં આવે છે જ્યાં હઝરત આદમ (અ.સ.) અને હઝરત હવ્વા (અ.સ.) પૃથ્વી પર પાછા ફર્યા પછી ફરીથી અહી મળ્યા હતા, અને તે સ્થાન પર પયગંબર મુહમ્મદ (સ.અ.વ.)સાહેબે તેમનો છેલ્લો ઉપદેશ (ખુત્બા એ વિદા) આપ્યો હતો. આ ફોટા દર્શાવે છે કે ૧૫ લાખથી વધુ મુસ્લિમો આ ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે જેને મક્કામાં હજયાત્રા દરમિયાન અગત્યનું સ્થાન માનવામાં આવે છે.