હજ પહેલા સઉદી અરેબિયાએ ૧૪ દેશો માટે વિઝા પર પ્રતિબંધ મૂક્યો : ભારત આ યાદીમાં કેમ ?

(એજન્સી)                                                                        તા.૭
સઉદી અરેબિયાએ ૧૪ દેશોના નાગરિકો માટે વિઝા પર કામચલાઉ પ્રતિબંધ લાદ્યો છે. સઉદી સરકારનો આ પ્રતિબંધ બિઝનેસ અને ફેમિલી વિઝા ઉપરાંત ઉમરાહ વિઝા પર પણ લાગુ પડશે. વિઝા પર કામચલાઉ પ્રતિબંધનો આ નિર્ણય લોકોને નોંધણી વગર હજમાં ભાગ લેતા અટકાવવા માટે છે. આ પ્રતિબંધ જૂનના મધ્ય સુધી એટલે કે આ વર્ષની હજ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. સઉદી અધિકારીઓએ જણાવ્યું હતું કે, વિદેશીઓ ફક્ત ૧૩ એપ્રિલ સુધી ઉમરાહ વિઝા માટે આવી શકે છે. આ પછી ઉમરાહ વિઝા આપવામાં આવશે નહીં. ગયા વર્ષે સઉદી અરેબિયામાં હજ દરમિયાન હજારો લોકોનાં મોત થયા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો અનધિકૃત હજ યાત્રાળુઓ હતા. આવી સ્થિતિમાં આ વિઝા પ્રતિબંધનો હેતુ લોકોને નોંધણી વગર હજયાત્રા કરતા અટકાવવાનો છે. સઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને હજ દરમિયાન વ્યવસ્થા જાળવવા માટે વિઝા નિયમો કડક બનાવવા માટે આ નિર્ણય લીધો છે. સઉદી અરેબિયાએ ૧૪ દેશો માટે કામચલાઉ વિઝા પ્રતિબંધ લાદ્યો છે. આ દેશોમાં પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, ઇજિપ્ત, ઇન્ડોનેશિયા, ઇરાક, નાઇજીરિયા, જોર્ડન, અલ્જીરિયા, સુદાન, ઇથોપિયા, ટ્યુનિશિયા અને યમનનો સમાવેશ થાય છે. સઉદી અરેબિયાના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, આ કામચલાઉ વિઝા પ્રતિબંધ મુસાફરી નિયમોને હળવા કરવામાં મદદ કરશે. આનાથી હજ દરમિયાન સુરક્ષામાં સુધારો થશે. અધિકારીઓએ લોકોને નવા નિયમોનું પાલન કરવા કહ્યું છે જેથી તેઓ કોઈપણ મુશ્કેલીથી બચી શકે. જો કોઈ પ્રતિબંધ હોવા છતાં સઉદી અરેબિયામાં ગેરકાયદેસર રીતે રહે છે, તો તેને પાંચ વર્ષ માટે સઉદી અરેબિયામાં પ્રવેશવાથી પ્રતિબંધિત કરી શકાય છે. સઉદી અરેબિયાએ પહેલાથી જ ૧૬ ભાષાઓમાં હજ અને ઉમરાહ માટે ડિજિટલ માર્ગદર્શિકા બહાર પાડી છે. સઉદી મીડિયા અનુસાર આ માર્ગદર્શિકા અનેક ફોર્મેટમાં ઉપલબ્ધ છે. સઉદી અધિકારીઓનું કહેવું છે કે, તેઓ હજ દરમિયાન લોકોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે. તેઓ ખાતરી કરવા માંગે છે કે, લોકો તેમની હજયાત્રા સુરક્ષિત અને આરામથી પૂર્ણ કરી શકે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks