તે માણસ ગુનેગાર છે જેનો પાડોશી ભૂખ્યો હોય અને પોતેે ખાય. – હદીસ બોધ

બોધ વચન

જે કોઈ તમને આવીને મળે તેને આવકારો પણ બીજા કશાની ઝંખના ન રાખો. – આંદ્રે ગાઈડ

આજની આરસી

૨૯ સપ્ટેમ્બર રવિવાર ર૦૨૪
૨પ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ બારસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૨
ખત્મે ઝવાલ ૧૨-૩૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૩૦

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

અપને ભી ખફા મુઝસે હૈં, બેગાને ભી ના-ખુશ
મૈં ઝહર-એ-હલાહિલ (અથવા હલાહલ) કો કભી કહ ન સકા કંદ
કવિ કહે છે કે મારા પોતાના મારાથી ખફા છે, પરાયા પણ મારાથી ખુશ નથી કેમ કે હું હળાહળ ઝેરને અમૃત કહી શકતો નથી. સ્પષ્ટવકતા, સત્યનો આગ્રહ રાખનાર, સ્યુગરકોટેડ વાતો નહીં કરનાર માનવી લોકોને ગમતા નથી. સત્યાગ્રહીને મુશ્કેલી પડવાની જ છે પણ તેમણે નિખાલસપણાનો ત્યાગ કરવો જોઈએ.

  • (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts