ધનલાલસાથી તમારા હૃદયને મુક્ત રાખો (હદીસ બોધ)
બોધ વચન
આપણું ધ્યેય સત્ય હોવું જોઈએ, સુખ નહિ. -સોક્રેટિસ
આજની આરસી
૨ ઓક્ટોબર બુધવાર ર૦૨૪
૨૮ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
ભાદરવા વદ અમાસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૨
ખત્મે ઝવાલ ૧૨-૨૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૬
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ખુદા તુઝે કિસી તુફાં સે આશ્ના કર દે,
કે તેરે બહરકી મૌજોંમેં ઈઝતરાબ નહી
ખુદા તારા જીવનમાં કોઈ તુફાન લાવી દે, કેમ કે તારા સમુદ્રરૂપી જીવનની લહેરોમાં કોઈ ઉથલપાથલ નથી. તું અંતરધ્યાન થતો નથી, ‘સ્વ’ વિષે વિચારતો નથી, તારામાં ખુદાની બંદગી માટે કોઈ જુસ્સો નથી. જો તારા જીવનમાં કોઈ દુઃખ આવે તો તારો અંતરાત્મા જાગૃત થાય. તો તને ‘ખુદી’, સ્વપણા જીીઙ્મકર્રર્ઙ્ઘનો એહસાસ થાય, સારા કાર્યો કરે અને ખુદાની બંદગી તરફ ઢળે. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)