અનાજ વહેંચીને ખાઓ, ભેગા મળીને ખાઓ અને સંતોષ અનુભવો. – હદીસ બોધ
બોધ વચન
મારે દુનિયાને નવું કશું શીખવવાનું નથી. સત્ય અને અહિંસા અનાદિકાળથી ચાલ્યા આવે છે. – ગાંધીજી
આજની આરસી
૩ ઓક્ટોબર ગુરૂવાર ર૦૨૪
૨૯ રબીઉલ અવ્વલ હિજરી ૧૪૪૬
આસો સુદ એકમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૩
ખત્મે ઝવાલ ૧૨-૨૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૬
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અપને કિરદાર પે ડાલકર પરદા, ‘ઈકબાલ’ હર શખ્સ કેહ રહા હૈ જમાના ખરાબ હૈ
માનવીની ફિતરત છે કે પોતાના અપલક્ષણો, બુરાઈઓ ગુનાહોને નજર અંદાજ કરે છે અને અન્ય માણસો આખી દુનિયા ખરાબ હોવાની વાત કરે છે. સંદેશ એ છે કે તમે પોતાનું અંતરદર્શન કરો, આંતરખોજ કરો, બીજાની તરફ આંગળી ન ચીંધો. સત્ય, ઈમાનદારી, સદાચારના માર્ગ ઉપર ચાલો.
- (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)