અનાજ વેડફો નહીં, દુષ્કાળના વર્ષો માટે તેને સાચવી રાખો. – હદીસ બોધ
બોધ વચન
કાર્ય એ રીતે કરો કે જેથી નિષ્ફળતા શક્ય બની જાય.- દોરોથિયા બ્રાન્ડે
આજની આરસી
૫ ઓક્ટોબર શનિવાર ર૦૨૪
૧ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ ત્રીજ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૪
ખત્મે ઝવાલ ૧૨-૨૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૪
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
અમલ સે જિંદગી બનતી હૈ, જન્નત ભી, જહન્નમ ભી યે ખાકી અપની ફિતરત મેં નૂરી હૈ ન નારી હૈ
માટીના માનવીની પૈદાઈશ કોઈ ચોક્કસ ધર્મમાં, ચોક્કસ દેશમાં કે કુટુંબમાં થવાને લીધે જ તેના માટે જન્નત કે જહન્નમ નક્કી નથી થતા. માનવીના કર્મોથી તે સુખ કે દુઃખ મેળવે છે. સારા નેક કર્મો કર્યા હોય તો તે જન્નતી બને છે. બૂરા કામોને લીધે તે જહન્નમમાં જાય છે. ઈમાન સાથે નેક આમાલ કરવાનું કવિ જણાવે છે. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)