દુઃખી માણસની સેવા કરનાર સ્વર્ગના બગીચામાં રહે છે. – હદીસ બોધ
બોધ વચન
આપણા ઉશ્કેરાટનો પ્રત્યેક ઘા અંતે તો આપણને જ ઘાયલ કરે છે. -વિલિયમ પેન
આજની આરસી
૧૩ ઓક્ટોબર રવિવાર ર૦૨૪
૯ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ દસમ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૬
ખત્મે ઝવાલ ૧૨-૨૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૬
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૭
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
જીસ રીઝકસે પરવાઝમેં કોતાહી કા ડર હો, વો રીઝક અબ બડે શૌકસે ખાતા હૈ મોમિન
જો શાહીન ખરાબ ખાવાનું ખાઈ લે તો તેની પૂરી શક્તિથી ઉડાન કરી શકતો નથી. અમારૂં ઈમાન ખરાબ કરી દે, ઈસ્લામના સિદ્ધાંતોથી દૂર લઈ જાય એવી હરામની રોજી મુસલમાનો મેળવે છે તેનું કવિને દુઃખ છે. હકની રોજી મેળવવાનું કવિ જણાવે છે.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)