નાસ્તિક માણસ સત્ય સ્વીકારવાથી પીછેહઠ કરે છે. – હદીસ બોધ

બોધ વચન

નવા મિત્ર અને જૂના દુશ્મનથી હંમેશા સાવધ રહેવું. – કબીર

આજની આરસી

૧૫ ઓક્ટોબર મંગળવાર ર૦૨૪
૧૧ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ તેરસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૭
ખત્મે ઝવાલ ૧૨-૨૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૫

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

થે તો આબા વો તુમ્હારે હી, મગર તુમ કયા હો ? હાથ પર હાથ ધરે મુન્તઝીર-એ-ફરદા હો !
મુસલમાનોને જગાડતાં કવિ કહે છે કે તમારા પૂર્વજો નેક, બહાદુર બુદ્ધિશાળી, કર્મશીલ હતા, તમે ફકત આજનો દિવસ પૂરો થતાં બીજી સવારની રાહ જોતા નવરા માણસો છો, આવતીકાલ માટે કોઈ મહેનત કરવી નથી. જાગો, ઊઠો અને કર્મશીલ બનો, નેકી કે સાથ મહેનત કરનેવાલોં કે સાથ અલ્લાહ હૈ યે યાદ રાખો. – (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks