એકબીજા સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો પેદા થશે. – હદીસ બોધ

બોધ વચન

ગઈકાલ એ આજની યાદ છે, આજ એ આવતીકાલનું સ્વપ્ન છે. – ખલીલ જિબ્રાન

આજની આરસી

૧૬ ઓક્ટોબર બુધવાર ર૦૨૪
૧૨ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો સુદ ચૌદસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૧૮
ખત્મે ઝવાલ ૧૨-૨૫
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૩૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૪

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

જો મૌજ-એ-દરિયા લગી યે કેહને, સફર સે હૈ શાન મેરી
ગૌહર યે બોલા સદફ નશીની હૈ મુઝકો સામાન આબરૂકા
દરિયાની લહેરોએ કહ્યું કે વહેતા રહેવું એ અમારી શાન છે, છીપલાં(સદફ)માં રહેલ મોતી જવાબ આપે છે કે છીપલાંના આવરણને લીધે મારી ચમક છે. જીવન પણ દરિયાની લહેર સમાન ચાલતું રહે છે. પ્રતીકાત્મક રૂપે કવિ કહે છે કે માનવીના જીવનનું સાર્થકય તેના ખોળિયા દ્વારા સારા ચારિત્ર્ય, નેક કાર્યો અને બંદગી છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks