મા-બાપની નાફરમાની કરવી એ સૌથી મોટો ગુનો છે. (હદીસ બોધ)

બોધ વચન
જેના હૃદયમાં સત્ય છે તેનું મન નિર્ભય છે. -ગાંધીજી

આજની આરસી

૧ નવેમ્બર શુક્રવાર ર૦૨૪
૨૮ રબીઉલ આખર હિજરી ૧૪૪૬
આસો વદ અમાસ સંવત ૨૦૮૦
સુબ્હ સાદિક ૫-૨૪
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૫
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૦૨

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

રાઈ ઝોર-એ-ખુદીસે પર્બત, પર્બત ઝૌફ-એ-ખુદીસે રાઈ
રાઈ ‘ખુદી’ના બળથી પર્વત સમાન છે, પણ પર્વતમાં જો ‘ખુદી’નો અભાવ(ઝૌફ-એ-ખુદી) હોય તો રાઈ સમાન છે. માનવીમાં જો તેની ‘ખુદી’ ઉચ્ચ કક્ષાએ હશે, તેનો અંતરાત્મા સત્ય અનુસરનારો હશે, તેનું આંતરમન, ‘સ્વ’ સકારત્મક હશે, તો તે સામાન્ય, અદનો, નાનો માનવી હોવા છતાં મહાન છે. જયારે પોતાને મહાન માનનારા, ઉચ્ચ સ્થાને બિરાજમાન હોવા છતાં જો તેમનામાં સકારાત્મકતા નહીં હોય, તેમનું આંતરમન ગુણાત્મક વિચાર વિહીન હશે, તેમની ‘ખુદી’ પામર હશે તો તે મહાન નહીં કહેવા -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks