જે કોઈ સાચું બોલે છે, તે પોતાના માન અને ખ્યાતિમાં વધારો કરે છે. -હ.અલી (રદિ.)
બોધ વચન
આપણે આપણું ભાવિ ઘડીએ છીએ અને એને નસીબ કહીએ છીએ. – ડિઝરાયેલી
આજની આરસી
૬ નવેમ્બર બુધવાર ર૦૨૪
૩ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ પાંચમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૬
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૭
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૯
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
યે બંદગી ખુદાઈ, વો બંદગી ગદાઈ
યા બંદા-એ-ખુદા બન, યા બંદા-એ-ઝમાના !
અલ્લાહની ઈબાદત, નેક કામોથી રૂહાની ખજાનો પ્રાપ્ત થાય છે, મોત પછી જન્નત મળે છે. દુન્યવી મોહમાયા, ધન, સમૃદ્ધિ એકઠા કરવામાં તું તેનો ગુલામ બની જાય છે. તારી પાસે બે વિકલ્પો છે, કાં ખુદામય બન અથવા દુનિયામય બન -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)