જો વધારે માલ હોય તો ખેરાત કરવી સારી છે અને પ્રથમ પોતાના કુટુંબથી શરૂ કરો. (હદીસ બોધ)

બોધ વચન

ઉત્તમ માણસની ત્રણ ઓળખ છે : સદ્‌ગુણ હોવાથી તે ચિંતાથી મુક્ત છેે, ડાહ્યો હોવાથી તે ગૂંચવાડાથી મુક્ત છે, બહાદુર હોવાથી તે ભયથી મુક્ત છે. -ન્કોન્ફયુશિયસ

આજની આરસી

૧૦ નવેમ્બર રવિવાર ર૦૨૪
૭ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ નોમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૮
ખત્મે ઝવાલ ૧૨-૨૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૫૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૭

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

પાની પાની કર ગઈ મુઝકો કલંદરકી યે બાત
તું ઝૂકા જબ ગૈરકે આગે, ન મન તેરા, ન તન
અલ્લાહ સિવાય કોઈની આગળ ઝૂકવાનું નથી, કલંદરની એ વાતથી કવિ પ્રભાવિત થયા છે. અન્ય કોઈની પનાહ માંગવાની જરૂર નથી. અલ્લાહ સિવાય કોઈથી ડરવાની જરૂર નથી. જો તું અલ્લાહ સિવાય અન્યની આગળ ઝૂકીશ, જુલ્મીઓના તાબે થઈશ તો તારી ‘ખુદી’ મટી જશે, તારામાંના સ્વનું અસ્તિત્વ નહી રહે, તું હરતી ફરતી લાશથી વિશેષ નહીં રહે.-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks