તે માણસ ખરેખર બદનસીબ છે, જેણે પોતાના ઘરડા મા-બાપની સેવા ન કરી. (હદીસ બોધ)

બોધ વચન

તમારી હાજરીમાં જે તમારાથી ડરે છે એ ગેરહાજરમાં તમને ધિક્કારશે.- કુલર

આજની આરસી

૨૭ નવેમ્બર બુધવાર ર૦૨૪
૨૪ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ બારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૭
ખત્મે ઝવાલ ૧૨-૨૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૧
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

બુરા સમઝો ઉનહેં મુઝસે તો ઐસા હો નહીં સકતા,
કે મૈં ખુદ ભી તો હું ઈકબાલ અપને નુકતા ચીનોમેં
કવિ કહે છે કે મારા વિરોધીઓ-ટીકાકારોને તમે ખરાબ કહો તે બરાબર નથી, કેમ કે હું પોતે જ મારા ટીકાકારો પૈકીનો એક છું. આપણે આત્મમંથન કરવું જોઈએ , દરરોજ આપણી જાત પાસે હિસાબ માંગવો જોઈએ, શું ખોટું કર્યું, કઈ ભૂલો, ક્ષતિઓ કરી તે જાણી સુધારો કરવો જોઈએ. આપણા વિરોધીઓ, ટીકાકારોને સાંભળવા જોઈએ, તેમને ખોટા-નરસા કહીને આપણા ક્ષતિવાળા, ખોટા કામો ચાલુ ન રાખવા જોઈએ.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks