દાન કરવાથી દોલત ઘટતી નથી. – હદીસ બોધ
બોધ વચન
સુખ નસીબદાર વ્યક્તિને ઓળખે છે, જ્યારે સંકટ મહાન વ્યક્તિને. – વેગર
આજની આરસી
૨૯ નવેમ્બર શુક્રવાર ર૦૨૪
૨૬ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક વદ તેરસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૩૮
ખત્મે ઝવાલ ૧૨-૨૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૦૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
સિતારોંસે આગે જહાં ઔર ભી હેં,
અભી ઈશ્ક કે ઈમ્તીહાં ઔર ભી હૈં
૮૦ વર્ષ પહેલાં કવિએ કહેલું કે બ્રહ્માંડમાં ઘણા વિશ્વો છે. જીવન બહુ વિશાળ છે. અહીં કવિએ ઈશ્ક બે અર્થમાં કહેલ છે – દુન્યવી પ્રેમમાં માનવીને પોતાના ચહિતાને પ્રાપ્ત કરવા માટે ઘણી મુશ્કેલીઓ પડે તેનો સામનો કરવાનો થશે. ૨. ખુદાને મેળવવા તેની ઈબાદત કરવાની છે. જીવનમાં શારીરિક, આર્થિક, દુન્યવી મુશ્કેલીઓ પડશે પણ ઈબાદતથી વિમુખ થવાનું નથી. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)