લાંચ આપનાર અને લેનાર ફિટકારને પાત્ર છે. (હદીસ બોધ)
બોધ વચન
જે નિસરણીથી તમે ચઢો છો તેને લાત ન મારતા. કદાચ પાછા ઊતરવું પડે તો કામ લાગશે. – ફ્રેંકલીન
આજની આરસી
૧૧ ડિસેમ્બર બુધવાર ર૦૨૪
૮ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર સુદ અગિયારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૫
ખત્મે ઝવાલ ૧૨-૩૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૦
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
આશના અપની હકીકત સે હો અય દેહકાં જરા,
દાના તૂ, ખેતી ભી તૂ, બારાં ભી તૂ, હાસિલ ભી તૂ
દાયકાઓ પહેલાં કવિએ ખેડૂત (દેહકાં)ને જગાડતાં કહ્યું હતું કે તું દાણો છે, ખેતી અને વરસાદ પણ તું જ છે, છેવટની ઉપજ પણ તું જ છે. મતલબ કે તારા કારણે જ દેશનું આખું અર્થતંત્ર ચાલે છે, માટે તું રાજકારણીઓને તાબે ન થા, તારી હેસિયતથી વાકેફ થા અને અન્યાય સામે અવાજ ઉઠાવ
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)