જે કોઈની ટીકા ન કરતો હોય તેને બીજાઓ તેની ભૂલોને માફ કરતા દેખાશે. (હદીસ બોધ)

બોધ વચન

જે વ્યક્તિ કશું મેળવવા સિવાય સ્વૈચ્છિક રીતે સેવા કરવા ઝંખે છે, એને માટે આટલી મોટી તક દુનિયાના ઈતિહાસમાં કયારેય નહોતી. -ગિલ્પિન

આજની આરસી
૧પ ડિસેમ્બર રવિવાર ર૦૨૪
૧૨ જમાદિલ આખર હિજરી ૧૪૪૬ માગશર સુદ પૂનમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૪૮
ખત્મે ઝવાલ ૧૨-૩૪
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૧૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૬

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ

ખિરદમંદોસે ક્યા પૂછું કિ મેરી ઈબ્તિદા કયા હૈ,
કિ મૈં ઈસ ફિક્રમેં રહતા હું મેરી ઈન્તિહા ક્યા હૈ
મારો-માનવીનો જન્મ ઉત્પત્તિ (ઈબ્તિદા) કેવી રીતે થઈ તેની થિયરીઓમાં, ડાર્વિનના ઉત્ક્રાંતિવાદની બૌદ્ધિકો (ખિરદમંદો)ની ચર્ચામાં મને રસ નથી, મને મારો અંત-આખિરત સુધારવાની ફિકર છે. યા અલ્લાહ મને નેક તૌફીક અતા કર, ગુનાહોથી બચાવ.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks