જેલોકો સોનું-ચાંદી ભેગું કરે છે અને તેની ઝકાત આપતા નથી, તેમના માટે એ અઝાબ છે. (હદીસ બોધ)
બોધ વચન
બે આવતીકાલ કરતાં એક આજ વધારે મૂલ્યવાન છે -આર્થર હેલ્ટસ
આજની આરસી
૯ નવેમ્બર શનિવાર ર૦૨૪
૬ જમાદિલ અવ્વલ હિજરી ૧૪૪૬ કારતક સુદ આઠમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૨૮
ખત્મે ઝવાલ ૧૨-૨૩
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૬-૪૯
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૫-૫૮
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મેરી ગફલતોં કી ભી હદ નહીં,
તેરી રહમતોં કી ભી હદ નહીં,
ન મેરી ખતાકા શુમાર હે,
ન તેરી અતાકા શુમાર હૈ.
યા અલ્લાહ, હું ગુનાહો પર ગુનાહ કર્યે જાઉં છું, ભૂલો કર્યે રાખું છું, પણ તું રહેમો કરીમ છે, તારી કૃપા, ક્ષમાની કોઈ હદ નથી. મારા ગુનાહોને માફ ફરમા-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)