પોતાને જ અકલમંદ સમજવું ખતરનાક છે. – હદીસ બોધ

બોધ વચન

જે કર્ઝ તમારા પર છે તેને ચૂકવી દો, ત્યારે તમને ખબર પડશે કે તમારી પાસે પોતાનું શું છે.    – બેન્જામિન ફેંકલિન

આજની આરસી

૧૭ જાન્યુઆરી શુક્રવાર  ર૦૨૫
૧૬ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ વદ ચોથ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૯
ખત્મે ઝવાલ     ૧૨-૫૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૩
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૬

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

તેરે સોફે હૈં અફરંગી, તેરી કાલીન હૈં ઈરાની,
લહુ મુઝ કો રૂલાતી હૈ જવાનોં કી તન-આસાની 
યુવાન ફિરંગીના સોફામાં આરામ કરે છે, ઈરાની કાલીન-મેટ ઉપર ચાલે છે, એશો આરામ કરે છે. પિતાની કમાણી ઉપર તાગડધિન્ના કરે છે, કામકાજ કરતો નથી. આ બાબત કવિને લોહીના આંસુ રોવડાવે છે. દાયકાઓ પહેલાં કવિએ યુવાનોને જગાડવાનો પ્રયત્ન કરેલો. અત્યારે બાઈક ઉપર રખડતા, મોબાઈલમાં રચ્યા પચ્યા રહેતા મુસ્લિમ યુવાનોને બિલકુલ લાગુ પડે છે. અલ્લાહ તેમને નેક તોફિક અતા કરે.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks