તમારામાં સારા લોકો તે છે જે સ્ત્રીઓ સાથે સારી રીતે વર્તે છે.
– હદીસ બોધ

બોધ વચન

શ્રેષ્ઠ વર્તન ધનથી પ્રાપ્ત થતું નથી પરંતુ શ્રેષ્ઠ વર્તનથી ધન પ્રાપ્ત થાય છે.    – સોક્રેટિસ

આજની આરસી

૨૪ જાન્યુઆરી શુક્રવાર  ર૦૨૫
૨૩ રજબ  હિજરી ૧૪૪૬ 
પોષ વદ દસમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક    ૫-૫૯
ખત્મે ઝવાલ     ૧૨-૫૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે  આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૧

વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. 

અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ 

સજદોં કે ઈવઝ ફીરદોસ મિલે, યે બાત મુઝે મંજૂર નહીં
બે-લૌસ ઈબાદત કરતા હું, બંદા હું તેરા મઝદૂર નહીં
ઈવઝ=બદલો બે-લૌસ=નિઃસ્વાર્થ
હે ખુદા હું તારી બંદગી કરૂં છું તેના બદલામાં મને જન્નતની અપેક્ષા નથી, હું તો નિઃસ્વાર્થ બંદગી કરૂં છું. હું મજૂર નથી કે બદલો, મહેનતાણું માગું.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks