આળસ એ ઘણા દુઃખોને આમંત્રણ આપે છે. – હદીસ બોધ
બોધ વચન
તમે સ્પષ્ટ વકતા બનવા ઈચ્છતા હોવ તો તમારી જાતને નિખાલસ બનાવો. – ખલીલ જિબ્રાન
આજની આરસી
૨૨ જાન્યુઆરી બુધવાર ર૦૨૫
૨૧ રજબ હિજરી ૧૪૪૬
પોષ વદ આઠમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૫૧
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૨૦
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
તુંદી-એ-બાદ-એ મુખાલીફ સે ન ઘબરા અય ઉકાબ,
યે તો ચલતી હૈ તુઝે ઉંચા ઉડને કે લીએ
કવિ શાહીન (ઉકાબ)ને કહે છે કે તારા ઉડાન દરમિયાન તારા વિરૂદ્ધની તેજ હવાઓ (તુંદી-એ-બાદ-એ મુખાલીફ)થી ના ગબરાઈશ, એ તો તને વધુ ઉંચાઈએ ઉડાડાવા માટે છે. યુવાન માટે પ્રેરણાત્મક સંદેશ છે કે તારા લક્ષ્ય, સિદ્ધિ માટેના મિશનમાં દુઃખ, મુસીબતો તો આવશે, પણ તું ધ્યેયને વળગી રહેજે, મહેનત કરતો રહીશ તો અલ્લાહ જરૂર કામિયાબી આપશે.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)