બીજા પાસે જેવા વર્તનની અપેક્ષા રાખો તેવું જ વર્તન તેની સાથે કરો. – હદીસ બોધ
બોધ વચન
પ્રેમની શક્તિ દંડની શક્તિ કરતાં હજાર ગણી પ્રભાવશાળી અને સ્થાયી હોય છે. – મહાત્મા ગાંધી
આજની આરસી
૨૦ જાન્યુઆરી સોમવાર ર૦૨૫
૧૯ રજબ હિજરી ૧૪૪૬
પોષ વદ છઠ્ઠ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૫૦
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૮
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ઈલ્મકી જુસ્તજુ જીસ રંગમેં ભી કી જાએ ઈબાદતકી એક શકલ હૈ
કવિ ઈલમ-શિક્ષણના ખૂબ આગ્રહી હતા. કહે છે કે ગમે તેમ કરીને જ્ઞાન હાંસલ કરો. જ્ઞાન મેળવવું તેને પણ કવિ અલ્લાહની ઈબાદત-બંદગી કરવા સમાન જ કહે છે.
– (ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)