જૂઠ્ઠું બોલવાથી વેપાર તો થશે પણ તેમાં બરકત નહીં હોય. – હદીસ બોધ
બોધ વચન
તમે પોતે જ તમારી સફળતા માટે વિઘ્નરૂપ છો. – રવીન્દ્રનાથ ટાગોર
આજની આરસી
૧૫ જાન્યુઆરી બુધવાર ર૦૨૫
૧૪ રજબ હિજરી ૧૪૪૬
પોષ વદ બીજ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૪૯
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૫
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
મદ્રસાને તેરી આંખોસે છૂપાયા જિનકો,
ખલવત-એ-કોહ-એ-બયાંબાંમેં વો અસરાર હૈ ફાશ
મદ્રસા (અરબીમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થા), અહીં દુન્યવી શિક્ષણ સંસ્થાએ તને ફકત દુન્યવી તાલીમ આપી. આત્મખોજ વિષે કાંઈ ન કહ્યું. તારાથી જે રહસ્યો છૂપાવાયા છે તે પર્વત (કોહ), રણ (બયાંબાં)ના એકાંતમાં જાહેર (ફાશ) થાય છે. તૂં આત્મનિરીક્ષણ કરી શકે છે અને રૂહાની જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. એટલે જ ઈસ્લામમાં એતિકાફ (૧૪૦૦ વર્ષ પહેલાંનો કવોરન્ટાઈનનો અર્થ)નું મહત્વ છે. કોરોના ના હોય ત્યારે પણ કવોરન્ટાઈન (ખલવત) થવાનો સંદેશ છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)