જે વ્યક્તિ સંગ્રહખોરી કરે છે તે ગુનેગાર છે. – હદીસ બોધ
બોધ વચન
ઈર્ષા એટલે લઘુતાગ્રંથિનો પ્રવેશ. – વિકટર હ્યુગો
આજની આરસી
૧૦ જાન્યુઆરી શુક્રવાર ર૦૨૫
૯ રજબ હિજરી ૧૪૪૬
પોષ સુદ અગિગારસ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૮
ખત્મે ઝવાલ ૧૨-૪૭
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૧
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
જહાંમેં એહલે-ઈમાન સૂરત-એ-ખુર્શીદ જીતે હૈં
ઈધર ડૂબે, ઉધર નિકલે, ઉધર ડૂબે ઈધર નિકલે
કવિ કહે છેકે સૂરજ એક જગ્યાએ ઉદય પામે છે, બીજી જગ્યાએ અસ્ત અને ફરી અન્ય જગ્યાએ ઉદય પામે છે, તેવો જ દરજ્જો ઈમાનવાળાનો છે. ઈમાન કાયમ હોય તેમના માટે દુનિયા નિરંતર ચાલ્યા કરે તો પણ ઈમાન ડગમગતો નથી.
-(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)