પ્રત્યેક ધર્મની એક વિશિષ્ટતા હોય છે, ઈસ્લામની વિશિષ્ટતા હયા (શરમ) છે. -હદીસ બોધ
બોધ વચન
સત્યને પ્રેમ કરો પણ ભૂલને ક્ષમા આપો. -વોલ્તેર
આજની આરસી
૧૩ જાન્યુઆરી સોમવાર ર૦૨૫
૧૨ રજબ હિજરી ૧૪૪૬
પોષ સુદ પૂનમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૯
ખત્મે ઝવાલ ૧૨-૪૮
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૩
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૩
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
ખ્વાબસે બેદાર હોતા હૈ જરા મેહકુમ અગર
ફિર સૂલા દેતી હૈ ઉસકો હુકમરાનકી સાહિરી
મેહકુમ = અહીં પ્રજા સાહિરી = અહીં ચતુરાઈ
આજે પણ આ શેર લાગુ પડે છે. કવિ કહે છે કે પ્રજા શોષિત, પીડિત હોય છે અને તેના હક, રોજી-રોટી માટે જાગૃત હોતી નથી, તંદ્રામાંજ રહે છે પણ જ્યારે તે તંદ્રામાંથી જાગે છે તો સત્તાધીશો ચાણકય નીતિ અપનાવે છે, તેમને અંદરોઅંદર લડાવે છે, ડરાવે-ધમકાવે છે, અમુકને લાલચ આપે છે અને પોતાના વશમાં કરી લે છે, યેનકેન પ્રકારે પ્રજાને ફરી પાછી ઘેનમાં નાંખી સૂવડાવી દે છે જેથી તે પોતાના હક ના માંગે.