કોઈ પણ માણસના દિલમાં ઈમાન અને ઈર્ષ્યા સાથે નથી રહી શકતા.
– હદીસ બોધ
બોધ વચન
પરિવર્તન એ મુશ્કેલીઓ વિના ન કરી શકાય. – રિચાર્ડ હુકર
આજની આરસી
૯ જાન્યુઆરી ગુરૂવાર ર૦૨૫
૮ રજબ હિજરી ૧૪૪૬
પોષ સુદ દસમ સંવત ૨૦૮૧
સુબ્હ સાદિક ૫-૫૮
ખત્મે ઝવાલ ૧૨-૪૬
તુલૂએ આફતાબ (સૂર્યોદય)૭-૨૨
ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત) ૬-૧૧
વિશ્વપ્રસિદ્ધ વિદ્વાન શાયર ‘અલ્લામા ઈકબાલ’ કોઈ પરિચયના મોહતાજ નથી… એમણે દાયકાઓ પહેલાં જે લખ્યું છે એ આજે પણ એટલું જ પ્રાસંગિક છે ત્યારે તેમની ફિલસુફીથી છલોછલ એવી ઈલ્મી રચનાઓને અહીં સરળ ગુજરાતીમાં ભાવાનુવાદ સાથે સમજાવવાનો પ્રયાસ કર્યો છે.
અલ્લામા મુહમ્મદ ઈકબાલની શાયરી /ભાવાનુવાદ
તેરે દીન-ઓ અદબસે આ રહી બુ-એ રૂહબાની,
યહી હૈ મરનેવાલી ઉમ્મતોં કા આલમ એ પીરી
મુસલમાનોને કવિ કહે છે કે કુર્આન શરીફ, હદીસનું અનુસરણ કરવાનું છોડી દીધું છે, ઈસ્લામિક સંસ્કૃતિનો ત્યાગ કર્યો છે, મુસલમાન દીનથી દૂર થઈ ગયા છે અને આ નિશાની પતનની છે. -(ભાવાનુવાદ કર્તા અલ્તાફહુસૈન સૈયદ)